શનિવાર, 2 માર્ચ, 2013

એક દિવસીય શિક્ષક તાલીમ


H]Y ;\;FWG S[g¨ DMHZ]H]GF TFolNIMNZ lHo A4SF\||||  TFoZq#qZ_!# GFZMH IMHFI[,;LVFZ;L DMHZ]H]GF V[S lNJ;LI lxF1FS TF,LD GM VC[JF,


સ્થળ: મોજરૂજુના પ્રાથમિકશાળા તા: દિયોદર જિલ્લો:બનાસકાંઠા તા:૦૨/૦૩/૨૦૧૩
આજરોજ તારીખ ૦૨.૦૩.૨૦૧૩ ને શનિવારના રોજ સીઆરસી મોજરુજુના ના તમામ ધોરણ ૧ થી ૮  ભણાવતા શિક્ષકોની એક દિવસીય શિક્ષક તાલીમ મોજરુજુના પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી.જેનો સમય સવારના ૭.૦૦ થી ૧૨.૩૦ સુધીનો હતો તાલીમ નું શરૂઆત યોગ ઓમકાર મંત્ર  થી કરવામાં આવી. પ્રાર્થના  ઓમ તત સત .... બાદ ગંગારામ ભાઈ જોશી દ્વારા ભજન રજુ થયું. ચિંતન જલસંગપરા ના શિક્ષક મનોજભાઈ દ્વારા રજુ કર્યું  જેનો વિષય હતો અનૌપચારિકશિક્ષણ. ધૂન ગોવિંદભાઈ રોત દ્વારા થઇ.
      ત્યારબાદ ગત માસમાં થયેલ કામગીરીની સમીક્ષા સમૂહ માં ચર્ચા કરવામાં આવી.આગામી ગુણોત્સવ વિશે સીઆરસી કો.ઓ. શ્રી,એન.આર.પટેલ દ્વારા માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ તાજેતર માં આપવા માં આવેલ અર્લી રીડર પુસ્તિકા ની ઉપયોગીતા મહત્વ ની ચર્ચા  શ્રી,એન.આર.પટેલ દ્વારા કરવા માં આવી તેમજ  આગામી SCE મૂલ્યાંકન બાબતે પ્રશ્નો અને મુંજવણોનું માર્ગ દર્શન સીઆરસી કો.ઓ. દ્વારા અપાયું. ત્યારબાદ તાલીમાર્થીઓ બે વર્ગો માં વિભાજીત થયા  જેની કામગીરીની રૂપરેખા આ મુજબ રહી.
ધોરણ ૧ થી ૫
 જૂથ કાર્ય  માટે ધોરણ ૧-૨ નું જૂથ પાડવામાં આવ્યું તજજ્ઞ હિરલબેન પટેલ  ધોરણ ૩-૪ જૂથ માં તજજ્ઞ શૈલેશ પટેલ ધોરણ ૫ તજજ્ઞ શ્રી, ગંગારામ જોશી જેમ શ્વસનઅંગો, વ્યવસાયકારો,ખાદ્ય ઉત્પાદકો, મારી શાળા, આપણી પંચાયત , આપત્તિ અને બચાવ  તેમજ खरगोस और हाथी  पहेलियाँ  જેવા મુદ્દ્દાઓ અને તેના કઠીન બિંદુઓ ઉપર ચર્ચા થઇ. ત્રણેય  મિત્રોએ વિષય વસ્તુ ની સમજ આપી. જૂથ ચર્ચા બાદ તજજ્ઞ  ભાવિનભાઈ મોજરુજુના પરાએ  બાળકો ને ઉપયોગી એકટીવીઝ કરી તેમણેબાળવાર્તા અભિનયગીત  અને ઉત્સવગીત રજુ કર્યા બાદમાં શૈલેશ પટેલ મોજરુજુના પરાએ  વર્તાગીત અને વાર્તાનું નાટયી કરણ રજુ કર્યા  હિરલ બેન પટેલે ધોરણ-૧-૨ માટેની પ્રવૃત્તિ જોડકણા અને ગીત ફળવાળી રજુ કર્યું. વિશ્રાંતિ ચા નાસ્તા  બાદ  તેમણે સુરજ ના છડીદાર ગીત પણ ગાયું. ગંગારામ જોશી એ બાળકો માટે રંગપુરણી કોલાઝ જેવા ચિત્રકળા ના વિષયો રજુ કર્યા ત્યારબાદ જૂથોમાં વહેચાઈને ક્ષમતાવાર અને ધોરણવાર ટીએલએમ નિર્માણ ની પ્રવૃત્તિ કરી આ માસ ના અભ્યાસક્રમ મુજબ જરૂરી ટીએલએમ બનાવવામાં આવ્યું.આ ટીએલએમ બાળકો સમક્ષ રજૂઆત અને નિદર્શન બાબતે તજજ્ઞો એ ખ્યાલ આપ્યો.
ધોરણ ૬-૭-૮
      તાલીમાર્થીઓ વિષયવાર જૂથ માં ગોઠવાયા પછી સતીષભાઈ મોજરું નવા   ઉર્જા ના સ્રોતો અને તેના ઉપયોગોને લગતા ચિત્રો દ્વારા સમજ આપવામાં આવી સી.આર.સી.કો.ઓ. દ્વારા જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું  ત્યારબાદ પાણીના પ્રદુષણ વિશે ચર્ચા અને પ્રવૃતિઓ થઇ. સતીશભાઈ એ વર્તુળ ના પાઈ અને પરિઘ વિષે માહિતી આપી.એરિયા ના સૂત્ર તારવણી ની પ્રવૃત્તિ કરાવી. અને વિવિધ ઉદાહરણો રજુ કર્યા. નીલેશ ડાભીએ પર્યાવરણ ના ઘટકો ની સમજ આપી જરૂરી ટીએલએમ પૂરું પાડવામાં આવ્યું. પોષણ કડી પીરામીડ અને આહાર વિશે પ્રવૃત્તિ અને ચર્ચા થઇ. ત્યારબાદ કમ્પ્યુટર વિષય બાબતે  સી.આર.સી.કો.ઓ. શ્રી એ.આર.પટેલે. KEY BORD વિવિધ  બટન અને શોર્ટ કી  વિશે સમજ આપી  તેમણે આઉટ પૂટ ડીવાઈસ અને સ્ટોરેજ ડીવાઈસ ની સમજ આપી. નીલેશ ડાભી એ  પ્રાણીઓ પક્ષીઓ નું મહત્વ અને કુદરતી સંતુલન ના ઉપાયો ની સમજ આપી.ગણિતમાં સતીશભાઈ ખૂણા ની રચના સમજાવી. જીતેન્દ્ર પટેલે  અંગેજી શબ્દભંડોળ વધારવાની એક્ટીવીટી કરવી તાજેતર માં બ્લોક લેવલ અંગ્રેજીતાલીમ માં ચર્ચાયેલા મુદ્દાઓની માહિતી આપી. તજજ્ઞ હર્ષદભાઈએ હક અને ફરજ, હિન્દીમાં पहेली, व्यवहारु उपयोजन, વિષયના કઠીન બિંદુઓ ની ચર્ચા કરી.જી.બી.પટેલે શૈક્ષણિક રમતો ની માહિતી આપી. ખંડ પરિચયમાં સતીષભાઈએ ચીઠી ઉપાડી ને પ્રદેશ નું વર્ણન કરવાની પ્રવૃત્તિ કરાવી .સસ્કૃતમાં નીલેશ ડાભીએ સૂક્તિ ઓ નું લય બધ પઠન કરાવ્યું. અને જે.બી.પટેલે. કર્તાઅને કર્મ ક્રિયાપદ ની સમજુતી આપી. ત્યાર બાદ જૂથોમાં વહેચાઈ ને ક્ષમતાવાર અને ધોરણ  વાર  ટીએલએમ નિર્માણ ની પ્રવૃત્તિ કરી આ માસ ના અભ્યાસક્રમ મુજબ જરૂરી ટીએલએમ બનાવવામાં આવ્યું.આ ટીએલએમ બાળકો સમક્ષ રજૂઆત અને નિદર્શન બાબતે તજજ્ઞો એ ખ્યાલ આપ્યો. સી.આર.સી.કો.ઓ. એ કમ્પ્યુટર બાબતે PLEYRS  ફોટોગ્રાફ્સ નો સ્લાઈડ સો બતાવ્યો અને  અને તેનો અંક બનાવવા ની સુચના આપી. તમણે ઈન્ટરનેટ ના ઉપયોગ વિષે માહિતી આપી.
      ત્યારબાદ તમામ તાલીમાર્થીઓના સંયુક્ત વર્ગમાં આગામી આયોજન અને એસ.એસ.એ.એમ. ના હવે ના કાર્યક્રમોની વિગતો આપી. બાળમેળા માટે અપાયેલ ગ્રાન્ટ ના ઉપયોગ અને ખર્ચ ની વિગત આપી. એક્સપોઝર વિઝીટ ની માહિતી આપી. બાળમેળા માટે ઉપયોગી સાહિત્ય ખરીદ કરવા બાબતે ટુકી માહિતી આપી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું  તાલીમ પૂરી જાહેર કરવા માં આવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો